Tuesday, 2 October 2012

નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
ટેટા પાડતા.
બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા-
-આ ભાગ ટીંકુનો.
-આ ભાગ દીપુનો.
-આ ભાગ ભનિયાનો, કનિયાનો…
...
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-
‘આ ભાગ ભગવાનનો !’

સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.

ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઇ જાય-એમ અમે કહેતા.

પછી મોટા થયા.
બે હાથે ઘણું ય ભેગું કર્યું ;
ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ?

રબીશ ! ભગવાનનો ભાગ ?
ભગવાન તે વળી કઇ ચીજ છે ?

સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ-
હાથમાં ઘણું ઘણું આવ્યું…

અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા;
કહે : લાવ, મારો ભાગ…

મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા- ઉજ્જ્ડ.
એકાદ સુકું તરણું યે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે ?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.

વાહ !- કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જ્ડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.

તેણે પૂછ્યું : ‘કેટલા વરસનો થયો તું’
‘પચાસનો’ હું બોલ્યો
’અચ્છા…’ ભગવાન બોલ્યા : ‘૧૦૦ માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં…
હવે લાવ મારો ભાગ !’
ને મેં બાકીનાં પચાસ વરસ
ટપ્પ દઇને મૂકી દીધાં ભગવાનના હાથમાં !
ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.

હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ-
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો…

mahabharat

एक बार अर्जुन ने भगवान से पूछा - मनुष्य न चाहते हुए भी क्यों पाप करता है और पाप का फल भोगने के लिए नरकों में जेल में, 84 लाख योनियों में जाता है।

भगवान ने उत्तर दिया- कामना मनुष्य से पाप कराती है और कामना से उत्पन्न होने वाला क्रोध और लोभ यही मनुष्य को पाप में लगाते हैं ओर पाप से दुखी होता है, दुर्गति में जाता है।

मनुष्य के मन में, इंद्रियों में बुद्धि में, अहम में और विषयों में कामना का वास होत...
ा है। कामना ही मनुष्य की बैरी है, पतन का कारण है। ज्ञान रूपी तलवार से इसका भेदन करना चाहिए। मनुष्य के कर्म, बंधन का कारण बनते हैं। लेकिन वही कर्म दूसरों के हित के लिए किए जाते हैं तो मुक्त करने वाले बन जाते हैं। अपने लिए करें, स्वार्थ से करें, कामना से करें, तो वहीं कर्मबंधन है आफत है, भोग है और दूसरों के लिए करें, निष्काम भाव से करें, प्रेम से करें तो वही कर्म मुक्ति का, आनंद का, योग का कारण बनते है।

दूसरों के लिए कर्म करना ही यज्ञ है, गीता में अनेक प्रकार के यज्ञ बताए गए हैं। दूसरों के हित में समय, संपत्ति साधन लगाना द्रव्य यज्ञ है, परमात्मा की प्राप्ति के उद्वेश्य से योग करना योग यज्ञ है। इंद्रियों का संयम करना संयम यज्ञ है, भगवान के शरण होना भक्ति यज्ञ है। शरीर से असंग हो जाना, अपने आपको जानना ज्ञान यज्ञ है। जो सारे यज्ञों में सर्वश्रेष्ठ है।

क्योंकि इससे सब कर सकते हैं और इसमें कोई खर्चा भी नहीं है। यह मुक्ति का सीधा मार्ग है सत्संग से जो विवेक प्राप्त होता है। वो विवेक ही इस यज्ञ की सामग्री है। श्रद्वा उत्कर्ष अभिलाषा, इंद्रिय संयम इस यज्ञ के उपकरण हैं। हमें ज्ञान यज्ञ में अपनी कामनाओं की आहुति डालकर जीवन मुक्ति का फल प्राप्त करना है।www.vijaymachhar.blogspot.com

Monday, 1 October 2012

  • સન્માર્ગ તરફ ચાલતા લોકો તમારી ટીકા કરે તો એની ચિંતા ન કરો -પરંતુ કુમાર્ગના શોર્ટકટથી વાહવાહી ન લૂટો સન્માર્ગ જ સર્વ સ્રેસ્ટ છે .
                                               www.vijaymachhar.blogspot.com

Sunday, 30 September 2012

kranti ni padhshala




''ક્રાંતિ માટે યુવાનોની જરુર છે .એવા યુવાનો,જેમની પાસે પ્રખર વિચાર,પવિત્ર ભાવનાઓ અને મજબૂત ઇચ્છાશક્તિ હોય .                                                                                          પરમ પૂજ્ય ગુરુદેવ રામ શર્મા આચાર્યજી 
અહંકારી વ્યક્તિ ફુલાઈ શકે છે,ફેલાઈ શક્તી નથી .

Saturday, 29 September 2012

PADTAR MAGANIYO...

રાજય સરકારના કર્મચારીઓની પડતર માગણીનો મુદ્દો મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથમાં લીધો છે અને શનિવારે મોડી સાંજે મુખ્યપ્રધાનના બંગલે ઉરચ અધિકારીઓ સાથે પડતર માગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને જાણકારી મેળવી હતી. આ બેઠકમાં કર્મચારીઓને ફાયદો કરતાં કેટલાક નિર્ણયો લેવાયા હોવાનું વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું છે. અલબત્ત, આ અંગેની સત્તાવાર જાહેરાત ખૂબ જ ટૂંકાગાળામાં કરવામાં આવે તેવી શકયતાછે.
સચિવાલય ફેડરેશનની પત્રિકા : સંકલન સમિતિની પત્રિકા : સરકાર હકારાત્મક હતી તો પછી હોદ્દેદારોની બદલી અને પોલીસ કેસોના નામે સંકલન સમિતિને શા માટે બદનામ કરવામાં આવે છે ? હોદ્દોદારો સામે થયેલાં કેસો અને બદલી માટે કોઈપણ હોદ્દેદારના વ્યકિતગત કારણો નથી. સરકારસામેની લડાઈના ભાગરૂપે તેમની સાથે કિન્નાાખોરી રાખીને સરકારે આ કત્ય આચર્યું છે.
વિવાદ કયા મુદ્દે? : સચિવાલય ફેડરેશનની પત્રિકામાં સંકલન સમિતિ ઉપર આરોપ મુકાયો છે કે, ઓફિસર્સ ફેડરેશનના ડો. વિવેક કાપડિયાની બદલીના મુદ્દે સમિતિએ દુરાગ્રહ રાખતાં સરકાર સાથેની વાટાઘાટ અટકી હતી. જેના જવાબમાં સંકલન સમિતિ કહેછે કે, સરકાર પોલીસ કેસ અને બદલી રદ કરવાની ખાતરી આપ્યા પછી પણ ફરી જાય ત્યારે ફરી વિશ્વાસ કેમ મુકવો ? તેથી આ મુદ્દે અમે સંગઠીત છીએ તેવો સ્પષ્ટ સંદેશો આપવા માગીએ છીએ.
પોલીસ કેસો વ્યકિતગત નથી
સરકાર અને કર્મચારીઓ વરચેની મડાગાંઠ ઉકલેવાના ભાગરૂપે હોદ્દેદારોએ પોલીસ કેસ અને બદલીની સજા ભોગવી છે છતાં સરકારવચન પાળતી નથી. ફેડરેશનની પત્રિકા અંગે તેમણે કાું કે, પોતાના કર્મચારીઓનો આક્રોશ ખાળવા મારા ઉપર દોષનો ટોપલો ઢોળાઈ રાો હોય લાગે છે પરંતુ તેમાં કોઈ દમ નથી કારણ કે, મારા સહિતના અનેક હોદ્દેદારોની બદલી કરાઈ છે અને પોલીસ કેસ કરવામાં આવ્યા છે. -
 ડો. વિવેક કાપડિયા, ઓફિસર્સ ફેડરેશન