Friday 19 October 2012

પણ એક સંબંધ જેમ જેમ ઘસાતો જાય છે તેમ તેમ એ ઊજળો થતો જાય છે. એ છે ગુરુ અને શિષ્યનો સંબંધ.જેમાં આત્મીયતા,વિદ્રતા,સહ્યતા,ચારિત્ર્ય અને વાત્સલ્ય ભાવ સાગરની જેમ ઘૂઘવાતો હોય છે. આપણા ધર્મમાં ગુરુની પરંપરા છે. આત્મા-પરમાત્મા,અગમ-નિગમ,આધ્યાત્મિકતા મારગે ભવપાર ઊતરે તેવી કમિક સમજ છે. પણ અહિં શાળામાં શિક્ષણ આપનાર શિક્ષક-ગુરુના સંબંધની વાત છે.કેટલાક શિક્ષકો પોતાની આગવી વિશેષતાઓને લીધે આપણા હ્દય પર અમીટ છાપ છોડી જતા હોય છે તેમની એકાદ શિખામણ જીવનને નવો રાહ ચીંધી ગઈ હોય- જીવન ઉન્નત અને બહેતર બન્યું હોય એવા વંદનીય ગુરુ- શિક્ષકનો સંબંધ ઊજળો અને વિસ્મરણીય હોય છે .

No comments:

Post a Comment